વ્યવસાય શરુ કરવા માટે સરકાર તરફ થી ૧૦ લાખ

Pradhan mantri mudra loan yojana
Pradhanmantri Mudra Loan Yojana દ્વારા નવા વ્યવસાય શરુ કરવા માટે ૧૦ લાખ સુધી ની ધિરાણ મળે છે એ પણ ઓછા વ્યાજદર પર જો તમે આ પ્રકાર ની લોન લેવા ઇચ્છતા હોઈ તો આ આર્ટિકલ માં જણાંવેલું છે કે કઈ રીતે અરજી કરવી ક્યાં ક્યાં દસ્તાવેજ ની જરૂર પડશે અરજી કઈ રીતે કરવાની છે ઓનલાઇન કે ઓફલાઈન એ બધી માહિતી આ આર્ટિકલ માં જણાવેલ છે તો આ aticle ને ધ્યાન થી વાંચો અને તમે પણ તમારો પોતાનો વ્યવસાય શરુ કરો અમારો ઉદેશ્ય તમારા વિકાસ માટે જ છે .
આ યોજના દ્વારા કેટલી લોન મેળવી શકાશે
આ યોજના દ્વારા અરજદાર ૫૦૦૦૦ થી ૧૦ લાખ સુધી નું ધિરાણ મેળવી શકે છે આ યોજના માં ત્રણ પ્રકાર માં ધિરાણ આપવા માં આવે છે
- પ્રથમ : શિશુ લોન ૫૦૦૦૦ સુધી ની લોન ઉપલબ્ધ છે
- બીજા : કિશોર ૫૦૦૦૦ થી ૫૦૦૦૦૦ સુધી ની લોન ઉપલબ્ધ છે
- ત્રીજા : તરુણ ૫૦૦૦૦૦ થી ૧૦૦૦૦૦૦ સુધી ની લોન ઉપલબ્ધ છે
અરજદાર ને કઈ લોન લેવી છે તે અરજદાર પર આધારિત છે
મહિલા અરજદાર ને લોન જલ્દી મળે છે
કેન્દ્ર સરકાર મહિલાઓ ના ઉત્થાન માટે ઘણી બધી યોજનાઓ લાવે છે તેમાંની આ યોજના દ્વારા મહિલાઓ ને પહેલો અવસર આપવા માં આવે છે .
જો તમે તમારા ઘર પરિવાર ની મહિલા નામે લોન ની અરજી કરશો લોન મળવાની તક વધી જય છે અને જલ્દી મળે છે
આ યોજના માટે કોણ કોણ આવેદન કરી શકશે

Pradhanmantri Mudra Loan Yojana હેઠળ ભારત નો કોઈપણ નાગરિક અરજી કરી શકે છે પછી તે મહિલા હોય કે પુરુષ .
આ માટે તમારે તમને સારી લગતી સરકારી કે ખાનગી બેંક માં જવાનું રહેશે અને તમામ માહિતી તમને બેંક માંથી મળી જશે.
આના માટે તમે ઓનલાઇન અરજી પણ કરી શકો છો .
આ યોજના નો લાભ લેવા માટે અરજદાર ની ઉંમર ૧૮ વર્ષ થી વધુ હોવી જોઈએ
લોન ક્યાંથી મેળવવા ની રહેશે
લોન મેળવવા માટે તમારી નજીક ની અને તમારી પસંદગી સરકારી કે ખાનગી બેંક માં જવાનું રહેશે જેમ કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા , કોટક મહિન્દ્રા બેંક ,બેંક ઓફ બરોડા ,યુનિઅન બેંક ,રાજકોટ નાગરિક બેંક, IIfl , મુથૂત ફાઇનાન્સ ,ઇન્ડુસઇન્ડ બેંક ,બેંક ઓફ ઇન્ડિયા , ઇન્ડિયન બેંક, આઈ ડી એફ સી બેંક , એચ ડી એફ સી બેંક જેવી અન્ય માઈક્રો ફાઇનાન્સ બેંક પાસે થી લોન મેળવી શકો છો
Pradhanmantri Mudra Loan Yojana લેવા માટે Step
Pradhanmantri mudra loan yojana લેવા માટે નીચે મુજબ ની સૂચના ને અનુસરો:
- પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના માટે તેની ઓફીસીયલ વેબસાઈટ www.mudra.org.in પર થી ફોર્મ ડાઉનલોડ કરો
- શિશુ લોન માટે ફોર્મ અલગ છે જયારે કિશોર અને તરુણ લોન માટે એક સામાન ફોર્મ છે
- અરજી ફોર્મ માં બધી વિગતો સાચી ભરો આધાર કાર્ડ મોબાઈલ નંબર સરનામું વગેરે જેવી માહિતી ભરો
- અરજદાર નો પાસપોર્ટ સાઈઝ નો ફોટો જોડો
- ફોર્મ ભર્યા પછી સરકારી બેંક અથવા ખાનગી બેંક જઈ ને બાકી પ્રક્રિયા પૂર્ણ કરો
- બેંક ના શાખા ના મેનેજર તમારી પાસે થી તમે જે વ્યવસાય શરુ કરવા ના છો તેના વિષે માહિતી માંગશે તેના આધારે તમારી લોન ની રકમ નિર્ધારિત થશે

Courier Delhivery boy Job

UTL Solar Dealership Registration – યુ ટી એલ સોલર ની દુકાન કવી રીતે ખોલી શકાય ?

common service center registration 2025 – જન સુવિધા કેન્દ્ર કઇ રીતે ખોલી શકાય ?

Prime minister internship scheme 2025 – પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના શરૂ થઈ ગઈ છે યુવાનો માટે નવી તક

Earn money by selling photos – ઓનલાઇન વિડીયો અને ફોટા વહેચી ને પૈસા કમાઓ

how to earn money online without investment
Related
Discover more from
Subscribe to get the latest posts sent to your email.