ડો.આંબેડકર આવાસ યોજના

 

ડો.આંબેડકર આવાસ યોજના

આંબેડકર આવાસ યોજનાનો હેતુ

ડો.આંબેડકર આવાસ યોજના અનુસૂચિત જાતિના નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા અને ખાસ કરીને ગરીબી રેખા હેઠળ જીવતા ઘરવિહોણા પરિવાર સમયબદ્ધ કાર્યક્રમ રૂપે તબક્કાવાર આવાસો પૂરો પાડવાનો છે.

તેમજ ઘર વિહોણા પરિવાર અને ખુલ્લો પ્લોટ ધરાવતા પરિવાર સરકાર પાકું ઘર બાંધવા માટે કુલ ૧,૨૦,૦૦૦ ની સહાય આપવામાં આવે છે.આ સહાય કુલ ૩ હપ્તામાં ચૂકવામાં આવતી હોય છે.આ યોજના માં પ્રથમ હપ્તો ૪૦,૦૦૦ નો બીજો હપ્તો ૬૦,૦૦૦ નો તેમજ ત્રીજો હપ્તો ૨૦,૦૦૦ નો આપવામાં આવે છે.આમ કુલ મળી ને ૧,૨૦,૦૦૦ સહાય આપવામાં આવે છે.

આંબેડકર આવાસ યોજના નો લાભ કોણ લઈ શકે છે?

ડો.આંબેડકર આવાસ યોજના નો લાભ મેળવવા માટે કેટલીક પાત્રતા હોવી જોઈએ જે નીચે દર્શાવેલ છે :

  • અરજદાર ગુજરાતનો રહેવાસી હોવો જરૂરી છે .
  • આ યોજનાનો લાભ ફક્ત અનુસૂચિત જાતિના આર્થિક નબળી સ્થિતિ ધરાવતા લોકો લઈ શકે.
  • ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક રૂપિયા ૬૦૦૦૦૦ અને શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક રૂપિયા ૬૦૦૦૦૦ થી વધુ ન હોવી જોઇએ..
  • અરજદાર ની ઓછા માં ઓછી ઉમર ૨૧ વર્ષ હોવી જોઈએ.
  • જયારે ઘર સંપૂર્ણ રીતે બની જાય પછી ફરજિયાતપણે આંબેડકર આવાસ યોજના નો લાભ લીધો હોઈ તેવા લખાણ વાળી તકતી લગાવવાની રહેશે.
  • જો લાભાર્થી એ અગાઉ કોઈ આ પ્રકારની યોજના નો લાભ લીધેલ હશે તો અરજી નામંજૂર કરવામાં આવશે.
  • અને જો ખોટી માહિતી આપી હશે તો લીગલ કાર્યવાહી પણ થઇ શકે છે .
  • અરજદારે પોતાના પ્રમાણપત્રો મુજબ અરજી માં નામ અને વ્યક્તિગત માહિતી લખવાની રહેશે.
  • અરજી ઓનલાઈન થયા બાદ અરજીની બે નકલો અરજદારે જિલ્લા પંચાયત માં જમા કરાવવાની રહેશે.

યોજના નો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

ડો.આંબેડકર આવાસ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ નીચે દર્શાવેલ છે

  • અરજદાર નું આધારકાર્ડ
  • આવક નો દાખલો
  • રાશન કાર્ડ
  • જાતિ નો દાખલો
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ડ્રાઇવિંગ લાઇસન્સ/ભાડાકરાર,ચૂંટણી કાર્ડ/રેશન કાર્ડ પૈકી કોઈપણ એક)
  • જમીન માલિકીનો પુરાવો
  • બેંક પાસબુક અને જે બેંક પાસબુક આપશો તે બેંક એકાઉન્ટ માં હપ્તા જમા થશે
  • મરણનો દાખલો ( જો વિધવા હોય તો )
  • જે જમીન પર મકાન બાંધવાનું હોય તે જમીન ના ક્ષેત્રફ્ળ દર્શાવતા નકશા ની નકલ
  • સ્વ ઘોષણા પત્ર
  • જે જગ્યાએ મકાન બાંધકામ કરવાનું હોય તે ખુલ્લો પ્લોટ / જર્જરિત મકાન નો ફોટો
  • મકાન બાંધકામ ચિઠ્ઠી

આંબેડકર આવાસ યોજના માટે અરજી કેવી રીતે કરવી

આંબેડકર આવાસ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબ ના પગલાં ભરો :

  • સૌપ્રથમ ફોર્મ ભરવા માટે https://esamajkalyan.gujarat.gov.in/ આ વેબસાઈટ પર જાઓ.
  • ત્યાર પછી “New Registration” પર ક્લિક કરીને નવું એકાઉન્ટ બનાવવાનું છે.
  • બધી જ સાચી માહિતી ભરીને ફોર્મ સબમીટ કરી દેવાનું છે.
  • ત્યાર પછી તમારા મોબાઈલ માં લખાણ માં Id અને પાસવર્ડ નો મેસેજ આવશે તેનાથી લોગીન કરવાનું રહેશે.
  • લોગીન કર્યા પછી બધી યોજનાઓ ખુલશે તેમાંથી આંબેડકર આવાસ યોજના પર ક્લિક કરવાનું રહેશે
  • ત્યાર પછી તમારી બધી સાચી માહિતી ભરવાની રહેશે.
  • સાચી માહિતી ભર્યા પછી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
  • ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી લાસ્ટ માં અરજી સેવ(સાંચવી ) કરી લેવાની રહેશે.
  • અરજી સેવ કર્યા પછી અરજી સબમિટ કરવાની છે.
  • અરજી સબમિટ કરશો એટલે તમારા મોબાઈલ માં મેસેજ દ્વારા અરજી નંબર આવી જશે.
  • ત્યાર પછી અરજીની પ્રિન્ટ કરી તમારે કાઢી લેવાની રહેશે.

નોંધ : આ લેખ માત્ર માહિતીપ્રદ હેતુ માટે બનાવેલ છે વધુ જાણકારી માટે નીચે આપેલી સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી. 

આંબેડકર આવાસ યોજના માટે ફોર્મ ડાઉનલોડ

 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
courier delhivery boy job

Courier Delhivery boy Job

courier Delhivery boy Job In Gujrat  courier Delhivery boy job ની કરવા માંગો છો તો મોરબી વાંકાનેર ની અંદર આ

Read More »

Discover more from

Subscribe to get the latest posts sent to your email.

2 thoughts on “ડો.આંબેડકર આવાસ યોજના”

  1. Pingback: સ્માર્ટકોઈન એપ્પ (olyv Smartcoin loan app ) થી લોન કઈ રીતે લેવાય - bharattechnical.com

  2. Pingback: Pradhanmantri Mudra Loan Yojana (પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના ) - bharattechnical.com

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading